દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળાની ભીતિ દહેશત: ડીસાથી જુનાડીસા રોડ ઉપર આવેલ સરયુનગરથી પરબડી જતા મુખ્ય માર્ગ ઉપર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગન્દા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જોકે આ મામાલે સ્થાનિકો દ્વારા અવાર નવાર પાલિકા લેવલે રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.
આ મામલે સ્થાનિક ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટરનું પાણી લાંબા સમયથી ઉભરાય છે.અને મુખ્ય માર્ગ ઉપર ભરાઈ જાય છે. આ ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા છે અમે અવાર નવાર પાલિકા લેવલે રજુઆત કરી હોવા છતાં પણ આ મામલે પાલિકા દ્વારા આ પાણીના નીકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.ત્યારે ગંદા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી.