ડીસા તાલુકા પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ : બુટલેગરોમાં ફફડાટ

ડીસા તાલુકા પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ : બુટલેગરોમાં ફફડાટ

અનેક ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાના પગલે ડીસા તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. તાલુકાના વિવિધ ગામડાઓમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસે સપાટો બોલાવી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.​ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરી અને તેમની ટીમે ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂ તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.

આ ઓપરેશન અંતર્ગત પોલીસની અલગ-અલગ ટીમોએ તાલુકાના અનેક ગામોમાં રેડ કરી હતી.પોલીસે જાવલ, ડાવસ, દામા, જોરાપુરા, કુચાવાડા, વિઠોદર, વરનોડા અને વરણ જેવા ગામોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.રેડ દરમિયાન પોલીસે અનેક સ્થળોએ ચાલતા દેશી દારૂના અડ્ડાઓનો નાશ કર્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા દેશી દારૂનો જથ્થો અને વિદેશી દારૂની બોટલો પણ કબજે લેવામાં આવી છે.

તાલુકા પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે દારૂ અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *