ડીસા તાલુકા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી

ડીસા તાલુકા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી

થેરવાડા સ્કૂલમાં બાળકોને નશા મુક્તિ માટે જાગૃત કરાયા; આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે ડીસા તાલુકા પોલીસે થેરવાડા હાઈ સ્કૂલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને તેમને નશામુક્તિ અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને માદક પદાર્થોના સેવનથી થતી શારીરિક, પારિવારિક અને માનસિક પીડા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે નશાનું દૂષણ યુવા ધનને બરબાદ કરીને દેશના ઉજ્જવળ ભવિષ્યને નુકસાન પહોંચાડે છે? બાળકોમાં નાનપણથી જ નશા મુક્તિના ગુણ કેળવાય તે માટે શિક્ષકો અને સ્ટાફના સભ્યોને પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી અને ડીસા તાલુકા પીઆઈ એન.કે. વિંઝુડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમે આ સફળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પહેલથી બાળકોમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ આવશે અને તેઓ એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *