ડીસા રૂરલ પોલીસ ઝેરડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ઝેરડા ગામે પાણીના ટાંકાની સામે બાવળોની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. જેથી રેઇડ કરતા પાંચ આરોપીઓને રૂ.12,220 ના મુદામાલ સાથે ઝડપી લઈ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓમાં ભગુસીંગ અનારસીંગ સોલંકી ઉ.વ.૩૯ ધંધો-મજુરી રહે.બુરાલ તા.ડીસા, દલપતસીંગ ગેનસીંગ સોલંકી ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.બુરાલ તા.ડીસા, દિનેશભાઇ મોહનભાઇ ચૌહાણ (દેવીપુજક) ઉ.વ.૩૮ ધંધો-મજુરી રહે.બુરાલ તા.ડીસા, દિનુભા કેશરસીંગ સોલંકી ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.બુરાલ તા.ડીસા અને સુખસીંગ વિરચંદસીંગ સોલંકી ઉ.વ.૫૫ ધંધો-મજુરી રહે.બુરાલ તા.ડીસા
- August 18, 2025
0
215
Less than a minute
You can share this post!
editor

