ડીસાના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાની ગણિત સ્પર્ધામાં દબદબો

ડીસાના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાની ગણિત સ્પર્ધામાં દબદબો

વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ગાણિતિક સ્પર્ધામાં ડીસાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. ક્યૂબાટિક સંસ્થા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોએ માત્ર 8 મિનિટમાં 200 ગણિતના દાખલા ઉકેલવાના હતા. આ પડકારજનક સ્પર્ધામાં ડીસાના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી હિયાન્સ સાગરભાઈ પટેલ અને હયાન ધર્મેશકુમાર પટેલે દ્વિતીય રનરઅપ ટ્રોફી જીતીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ ઉપરાંત, અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પાંચમી રનરઅપ ટ્રોફી મેળવીને ડીસાનું નામ રોશન કર્યું છે. વિજેતા વિદ્યાર્થીઓને અબાકસ એજ્યુકેશન હબના ડાયરેક્ટર લક્ષ્મણભાઈ પટેલે અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. ડીસાના આ તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિ ખરેખર પ્રેરણાદાયક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *