ડીસા રૂરલે દારૂ સાથે રૂ.૮.૧૬ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો

ડીસા રૂરલે દારૂ સાથે રૂ.૮.૧૬ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો

સરહદી રેંજ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના ભાગરૂપે, એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ), પાલનપુર દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.​એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, કંસારી પાસે ટીમે બાતમી મળી હતી કે, “એક સફેદ કલરનું બોલેરો પીકઅપ ડાલું (રજી. નં. GJ 27 TT 7119) ધાનેરાથી ડીસા તરફ આવી રહ્યું છે, જેમાં મગફળીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે.”

​આ બાતમીના આધારે, કંસારી હાઈવે પર આવેલી તુલસી હોટલ પાસે એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, શંકાસ્પદ બોલેરો પીકઅપ ડાલાને રોકાવીને ચેક કરવામાં આવતાં, તેની અંદરથી ગેરકાયદેસર અને પાસ-પરમીટ વગરનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.​પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી કુલ ૧૯૪૪ નંગ ઝડપાયા હતા, જેની કિંમત રૂ. ૪,૭૨,૦૮૦/- થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત, બોલેરો પીકઅપ ડાલું (કિ. રૂ. ૩,૦૦,૦૦૦/-), ૩૯ બોરી મગફળી (કિ. રૂ. ૩૯,૦૦૦/-), અને બે મોબાઈલ ફોન (કિ. રૂ. ૫,૫૦૦/-) સહિત કુલ કિ. રૂા. ૮,૧૬,૫૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

​ઘટના સ્થળેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫એઇ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *