150 થેલી બની શકે તેટલા કપડાં એકત્ર કરાયા; સરકાર દ્વારા પ્લાસ્ટિકનો ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેર પ્લાસ્ટિક મુક્ત બને એવા ઉમદા હેતુથી માય થેલી અભિયાન શરૂ કરવામાં આવેલું છે. ડીસા શહેરના લાટી બજાર ખાતે આવેલા સેલ્ટર હોમ સેન્ટર ખાતે દર ગુરુવાર અને શુક્રવાર કપડામાંથી થેલી બનાવી તેને વિતરણ કરવામાં આવે છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે જનજાગૃતિ કેળવાય તેમ જ લોકો કપડાની થેલીનો ઉપયોગ વધારે તેવા ઉમદા હેતુથી ડીસાની નવજીવન કોલેજના તાલીમાર્થીઓ જુના અને ફાટેલા કપડા દાન માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલીમાર્થીઓ દ્વારા ઉદાર હાથે કપડાનું દાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે નગરપાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે પ્રબુદ્ધ નાગરિકો અને વેપારીઓ સાથે બેઠક યોજી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા આહવાન કરવામાં આવ્યું છે. નાગરિકો અને વિદ્યાર્થીઓ પણ આ કપડાની થેલી વાપરવાનો આગ્રહ રાખે તે જરૂરી છે. અહીં આવેલા કપડા એકત્ર કરી તેને સેન્ટર ખાતે મોકલવામાં આવશે. જેમાંથી કપડામાંથી થેલી બનાવવામાં આવશે. જેના દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે.

