ડીસા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં નીતા નિલેશભાઈ ઠક્કર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. નાયબ કલેક્ટર નેહા પંચાલની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં માત્ર એક જ ઉમેદવારી પત્ર મળ્યું હતું. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પક્ષના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે પૂર્વ પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. 13 જાન્યુઆરીએ યોજાયેલી બોર્ડ બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ નીતા ઠક્કરની ઉમેદવારી નોંધાઈ હતી. કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ડીસા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે.

- January 13, 2025
0
115
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next