આજે ડીસા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. ડીસાના લોકલાડીલા ધારાસભ્ય અને કર્મનિષ્ઠ નેતા પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી જનસેવા માટે સમર્પિત રહેલા પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળવાથી બનાસકાંઠાના લોકો હૃદયપૂર્વક આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
નિષ્ઠા અને મહેનતનું જ્વલંત ઉદાહરણ
પ્રવીણભાઈ માળીને રાજકીય સફર પારદર્શિતા અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. ધારાસભ્ય તરીકે તેમણે ડીસાના વિકાસ માટે જે કુશળતાપૂર્વક કામગીરી કરી છે, તેનાથી ડીસાની શકલ બદલાઈ છે. તેમનો શાંત સ્વભાવ, સરળતા અને પ્રજાલક્ષી કાર્યશૈલી હંમેશા પ્રેરણાદાયી રહી છે. સરકારે તેમની આ નિષ્ઠા અને મહેનતની યોગ્ય નોંધ લીધી છે, જે તેમના જ્વલંત સમર્પણનું પ્રમાણ છે.
વિકાસના વિઝનનું સન્માન
ડીસાના વિકાસ માટે પ્રવીણભાઈ માળીનું વિઝન અને સમર્પણ અતુલનીય છે. છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચાડવાના તેમના પ્રયાસોને હવે રાજ્ય કક્ષાએ નવી દિશા મળશે. આજે તેમને મળેલું આ સન્માન માત્ર ડીસા વિધાનસભા ક્ષેત્રના મતદારોનું જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોનું સન્માન છે.
પ્રવીણભાઈ માળી આપણા સમાજનું અમૂલ્ય રતન છે, જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ અને તીવ્ર કાર્યક્ષમતાથી જાણીતા છે. મંત્રી તરીકેની તેમની નવી ભૂમિકામાં, તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના નવા શિખરો સર કરશે, અને ખાસ કરીને બનાસકાંઠાના વિકાસને વધુ વેગ મળશે એવી શુભેચ્છાઓ સૌ લોકો વ્યક્ત કરી રહ્યા છે.તેમના મઁત્રી પદને લઈ ડીસા ખાતે તેમના કાર્યાલય ખાતે તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ માનવવામાં આવ્યો હતો. આમ ડીસા અને બનાસકાંઠાના દરેક નાગરિક તરફથી પ્રવીણભાઈને આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Beta feature



