ડીસા માર્કેટયાર્ડમાં માલનો ભરાવો વધી જતા બે દિવસ બંધ : બીજી તરફ મજુરોની અછત

ડીસા માર્કેટયાર્ડમાં માલનો ભરાવો વધી જતા બે દિવસ બંધ : બીજી તરફ મજુરોની અછત

એક તરફ માલનો ભરાવો અને બીજી તરફ મજુરોની અછત

ઉત્તર ગુજરાતમાં મોખરાના ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારો બાદ આવકો વધવા લાગતા તેમજ તહેવારોના કારણે મજૂરોની અછત હોવાથી માર્કેટયાર્ડમાં માલનો મોટા પ્રમાણમાં ભરાવો થતાં માલનો નિકાલ કરવા તારીખ 13 અને 14 નવેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ડીસા માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારો બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. એક તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી છે. જેમાં સરકાર દ્વારા પ્રતિ મણે રૂપિયા 1356 નો ભાવ આપવામાં આવે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજીમાં પણ મગફળીના આ પ્રકારના ભાવ મળી રહેતા હોવાથી તેમજ માર્કેટયાર્ડમાં રોકડા નાણા મળતા હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ વેચવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દિવાળીના તહેવારો બાદ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી સહિતની જણસીઓની આવક સતત વધી રહી છે.

જ્યારે બીજી તરફ તહેવારોના કારણે વતનમાં ગયેલા પરપ્રાંતીય અનેક મજૂરો હજુ પરત ફર્યા નથી. જેથી મજૂરોની પણ અછત છે. જેના કારણે માલનો નિકાલ કરવો મુશ્કેલ બની જાય છે. ડીસા યાર્ડમાં છેલ્લા સપ્તાહથી સતત સરેરાશ 50 હજારથી વધુ બોરીની આવક રહી છે. જ્યારે સોમવારે 90 હજાર બોરી મગફળીની આવક રહી હતી. જેના કારણે માર્કેટયાર્ડમાં માલનો ભરાવો થતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તારીખ 13 નવેમ્બર અને 14 નવેમ્બર દેવ દિવાળીના દિવસે એમ બે દિવસ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે એમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોશીએ જણાવ્યું હતું.

subscriber

Related Articles