થરાદ તાલુકામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરાતાં લોકોમાં વિરોધ ફેલાયેલો છે. ત્યારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા તથા વાછોલ ગામમાં રવિવારે ગ્રામજનો દ્વારા ધરણાં યોજી થરાદમાં જવું નથી તે માટે સમય આવે આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે ધાનેરા તાલુકાના અનાપુર છોટા તથા વાછોલ ગામમાં રવિવારે ગ્રામજનો દ્વારા ધરણાં યોજ્યા હતા. જેમાં સ્થાનિક ગ્રામ્ય આગેવાનો જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમારે બનાસકાંઠામાં જ રહેવાનું છે. વાછોલ થી થરાદ 90 કિલોમીટર થાય છે. જ્યારે પાલનપુર 60 કિલોમીટર થાય છે તથા અમારા તમામ કામો, શૈક્ષણિક, લૌકિક, સામાજિક તથા વ્યાવહારિક બનાસકાંઠા સાથે જોડાયેલા છે. થરાદ જવા માટે અમારે ત્રણ વખત બસ બદલવી પડે છે. જ્યારે પાલનપુર જવા માટે અમારે વાહનની વ્યવસ્થા છે. બસો નિયમિત મળે છે, બસ બદલવી પડતી નથી. ભૌગોલિક રીતે પણ અમો તો પાલનપુર સાથે જોડાયેલા છીએ. માનસિક રીતે પણ બનાસકાંઠામાં જોડાયેલા છીએ. જેથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. થરાદમાં જવું નથી. તે માટે સમય આવે આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે.

- January 13, 2025
0 106 Less than a minute
You can share this post!
editor