ધાનેરી ગોઢ ગામમાં બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં હાહાકાર

ધાનેરી ગોઢ ગામમાં બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં હાહાકાર

દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોઢ ગામે શનિવારે બે બાળકોના ભેદી બીમારીથી મોત થયા હતા. જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા બચી ગયું હતું. બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ભય સાથેશોક પ્રસરી ગયો છે.ધાનેરી ગામના રિયાન આશાબેન ભવેશભાઈ બેરા અને ગોઢ ગામની વિશ્વા જગદીશભાઈ પટેેલને ભેદી બીમારી થઈ હતી. જેમણે જીવ ગુમાવ્યો છે. રિયાનના શરીર ઉપર ચાઠા પડી ગયા હતા. બંને બાળકોના જન્મને હજુ એક વર્ષ થયું નથી. રિયાનનો જન્મ 6 મે 2023ના થયો હતો. ​​​​​​​વિશ્વાનો જન્મ 10 ઓગસ્ટ 2023ના થયો હતો.એક જ દિવસે બે બાળકોના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રીજા એક બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તે બાળક સ્વસ્થ થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આવી ઘટના બનતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.તાલુકામાં વાઇરલ રોગચાળાનો ફેલાવો વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામડાઓમાં યોગ્ય દેખરેખ રાખતા નથી. સરકારી દવાખાાઓમાં તબીબો હાજર હોવા છતાં સ્ટાફની બેદરકારીથી સારવાર વ્યવસ્થા ખોરવાઈ છે. બે બાળકોના મોતની ઘટના અંગે આરોગ્ય વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *