ધાનેરા પોલીસે રેલ નદી નજીક વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બે બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમણે એક બાઇક થરાદ અને બીજુ બાઇક સાંચોરથી ચોર્યુ હતુ. પીઆઇ એમ. જે. ચૌધરીએ જણાવ્યું હતુ કે, ટીમ સાથે રેલ નદી નજીક વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ. દરમિયાન આવેલા બે બાઇક ઉભા રખાવી ડોક્યુમેન્ટની તપાસ કરતાં બાઇક ચોરીના હોવાનું સામે આવ્યું હતુ. જ્યાં રાજસ્થાનના સાંચોર વસાણાનો મદન ભીલ, નારણ ભીલ અને વિક્રમ ભીલની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમણે એક બાઇક થરાદ અને બીજી બાઇક સાંચોરથી ચોર્યુ હોવાની કબુલાત કરી હતી.

- May 22, 2025
0
108
Less than a minute
You can share this post!
editor