ધાનેરા પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક પગલાંના ભાગરૂપે સવારથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી હતી. આ ડ્રાઇવ હેઠળ ધાનેરા પોલીસ ઇન્સપેક્ટર એમ.જે. ચૌધરી અને તેમનો સ્ટાફ રેલવે પુલ નજીક ચેકિંગ માટે સ્ટાફ તૈનાત રહ્યો હતો. ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા ખાસ કરીને કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વિના ચાલતી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 14વાહનચાલકોને 7000 દંડ ફટકારવામાં આવ્યા એક બાઈક રિટર્ન કર્યું એક કાળા કાચની ગાડી ડીટેઇન કરી અને નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલી કાચની કાળી ફિલ્મ તાત્કાલિક સ્થળ પર જ કાઢી નાખવામાં આવી હતી.
ટ્રાફિક નિયમો અંગે લાપરવાહી દાખવનાર ડ્રાઇવરોને સાવચેત કરતા ધાનેરા પોલીસે જણાવ્યુ હતું કે, આવી કામગીરી અવિરત ચાલશે અને કાયદાનું પાલન ન કરનાર સામે કડક પગલા લેવામાં આવશે અત્રે એ નોંધવુંજરૂરી છે કે. ધાનેરામાં કેટલાક પ્રેસ લખેલી ગાડીઓ લઈને ફરે છે પોલીસ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજાની માંગ છે.