ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પર થી ગત રાત્રિ ના સમયે દારૂ ભરી ને પસાર થતી એક તરફ ને ઝડપી પાડવામાં આવી હતી.ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ પર રાત્રી દરમિયાન વાહન ચેકીંગમાં હતી એ સમયે રાજસ્થાન તરફ થી એક આઈસર ટ્રક ગુજરાત ચેકપોસ્ટ પસાર કરવાની તૈયારી માં હતી. જ્યારે ધાનેરા પોલીસ એ આઇસર ટ્રકની તપાસ કરતા ટ્રક ચાલકે જણાવ્યું હતું કે ટ્રકમાં ખેજડીનાં પાંદડાંનો સુખો ઘાસ ચારો ભરેલો છે. જો કે પોલીસ ને ટ્રક ચાલક ના જવાબ પર શંકા જતા પોલીસ એ ટ્રક ના પાછળ નાં ભાગે ભરેલા ઘાસ ચારાની બોરી ઊંચકી જોતા નીચેના ભાગે વિદેશી દારૂ ની પેટીઓ મળી આવી હતી.ટ્રક માંથી દારૂ ની પેટીઓ ની ગણતરી કરતા કુલ 4776 બોટલો મળી આવી હતી જેની કિંમત 6 લાખ 98 હજાર 400 રૂપિયા થાય છે સાથે અન્ય મુદ્દામાલ તેમજ ટ્રક ની 10 લાખની કિંમત સાથે 17 લાખ 3 હજાર 400 કબજે કરી ટ્રક ચાલક રાજસ્થાન રાજ્ય નાં બાડમેર જિલ્લા ના હનુમાનરામ વિશનોઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- February 12, 2025
0
101
Less than a minute
You can share this post!
editor