ધાનેરાની સો મીલમાંથી ચાર દિવસ અગાઉ ટ્રેકટરની ચોરી થઇ હતી. જેનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી તેની પાસેથી ટ્રેકટર કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના ધાખાની સોમીલમાંથી મંગળવારે ટ્રેકટરની ચોરી થઇ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે ધાનેરા પીઆઇ એમ.જે.ચૌધરીએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. અને ટ્રેકટરની ચોરી કરનારો રાજસ્થાનના બાડમેર જીલ્લાના પાલડીનો આલમખાન આરબખાનને ઝડપી લીધો હતો. જેની પાસેથી ટ્રેકટર કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- March 9, 2025
0
70
Less than a minute
You can share this post!
editor