ધાનેરા નગરપાલિકા દ્વારા નગરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અને જાહેર માર્ગો મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન અને નેનાવા રોડ ઉપર આવેલા લગભગ 50 જેટલા નડતરરૂપ દબાણો અને ઓટલા હટાવવામાં આવ્યા હતા. આ અંગે ચીફ ઓફિસરએ જણાવ્યુ હતું કે, એસ.ટી.ખાતા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એસ.ટી. બસો અવરજવર કરતી વખતે દબાણો અને ઓટલાઓના કારણે અવરોધ ઊભો થાય છે. તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની હતી. હાલ ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ઘણી બધી દુકાનો અને દબાણદારો માટે આ કાર્યવાહી જાણે સર્જિકલ સ્ટ્રાઈક જેવી લાગણી ઊભી કરતી જોવા મળી હતી. આ કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીને અંજામ અપાયો હતો અને સ્થળ પરથી દબાણો દૂર કરતાં તસ્વીરો પણ ઉપલબ્ધ છે.

- May 11, 2025
0
187
Less than a minute
You can share this post!
editor