ધાનેરા આસિસ્ટન્ટ કલેક્ટર, ધાનેરા મામલતદાર, થરાદ ડીવાયએસપી, ધાનેરા પીઆઈ તેમજ પાંથાવાડા પીઆઈ સહીત અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે ૪૪ લાખ કરતા વધુના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા પોલીસ સ્ટેશનના ૩૫ ગુનામાં ૧૪૭૦૨ બોટલ (કિંમત રૂ.૨૭૦૬૩૦૪) અને પાંથાવાડા પોલીસ સ્ટેશનના ૨૨ ગુનામાં ૧૦૩૬૬ બોટલ (કિંમત રૂ.૧૭૩૬૬૮૫) મળી કુલ રૂ.૪૪૪૨૯૮૯ ના દારૂ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા બુલડોઝર ફેરવાયું હતું.

- March 23, 2025
0
94
Less than a minute
You can share this post!
editor