દેવદિવાળી અને કાર્તિકી પૂનમને લઇ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

દેવદિવાળી અને કાર્તિકી પૂનમને લઇ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

મંદિરને અવનવા રંગબેરંગી ફૂલોનો શણગાર

આજે કાર્તિકી પૂનમ અને દેવ દિવાળી છે જેને લઈ ધાર્મિક સ્થળોમાં દર્શનનું વિશેષ મહત્વ છે. શક્તિપીઠ અંબાજી એક એવું યાત્રાધામ છે જે હવે બારે માસ શ્રદ્ધાળુઓથી ધબકતું હોય છે. જ્યાં ભાદરવી પૂનમના મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓ જેમ દૂર દૂરથી ચાલી અંબાજી પહોચતા હોય છે તેમ હવે માત્ર એક પૂનમ જ નહીં પરંતુ શ્રદ્ધાળુઓમા અંબાજી પ્રત્યે એટલી શ્રદ્ધા વધી છે કે પદયાત્રીઓ સતત અંબાજી પગપાળાની યાત્રા કરી અંબાજી પહોચતા જોવા મળી રહ્યા છે. ને પોતાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ભલું થાય અને ગુજરાત ઉપર કોઈ આપતી ન આવે તેવી પણ પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.

આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અંબાજી મંદિરે જોવા મળ્યું હતું અને અનેક લાંબી ધજાઓ લઈ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પહોચ્યા હતા. એટલુ જ નહીં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આજે વેકેશનનો અંતિમ દિવસ છે અને આવતી કાલથી શિક્ષણનું નવું ક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અંબાજી દર્શને પહોંચેલા શ્રદ્ધાળુઓએ પણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું નવું સત્ર સારૂ જાય અને સાથે ખેડૂતો માટે પણ આગામી વર્ષ ફળદાઈ નિવડે તેવી પાર્થના  કરી રહ્યા છે.

હાલમાં ચોમાસું પૂર્ણ થવા છતાં કમોસમી વરસાદ થવાના કારણે ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અંબાજી મંદિર પરિસરમાં ઊંઝાનું જય અંબે ગ્રુપ નિઃશુલ્ક શ્રદ્ધાળુઓને ગરમાગરમ ચા પૂરી પાડી રહ્યું છે.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *