પગરખાં ઘર બન્યા યાત્રાળુઓની સુવિધાઓનું નવું સરનામું; વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારામાં ના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહી આ કેન્દ્રમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભતી કરે છે.
ભાદરવી પૂનમના મેળાના પ્રસંગે યાત્રાળુ રાઠોડ ફુલાજીએ જણાવ્યું હતું, કે અમે દર પાંચ વર્ષથી અમે માં ના દર્શન માટે આવીએ છીએ. અહી પગરખાઓને સાચવણી તેમજ થેલા મૂકવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ સ્વછતા પણ સારી છે એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. પદયાત્રી જગદીશભાઈ ગોહેલે જણાવ્યું હતું કે અમે દર વર્ષે થરાદથી અમે અંબાજી આવીએ છીએ. અહીં સામાન મૂકવાની વ્યવસ્થા સારી કરવામાં આવી છે. જેથી અમારા સૌને જય અંબે.
પગરખા કેન્દ્ર ખાતે સ્વયં સેવક તરીકે ફરજ બજાવતા અરુણ કુમારે જણાવ્યું કે, યાત્રાળુઓ માતાજીના સારી રીતે દર્શન કરી શકે તે માટે યાત્રાધામ અંબાજી ખાતે આરાસુરી ટ્રસ્ટ દ્વારા પગરખા કેન્દ્રની નિશુલ્ક વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. જેથી યાત્રીઓના સામાન અને પગાર ચોરી થવાનો ભય રહેતો નથી. જેના લીધે અમે માં ના દર્શન આરામથી કરી શકીએ છી. જે બદલ અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ.


