ભૂગર્ભ ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહિ આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની ચિમકી; પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 9 માં આવેલ ક્રિશ્ના સોસાયટી માં છેલ્લા 12 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા સજૉઈ હોય જેના કારણે વિસ્તારના માગૅ પર રેલાતા દુષિત પાણીના કારણે લોકો મા રોગચાળો ફાટી નિકળવાની દહેસત વચ્ચે રહીશો પરેશાન બન્યાં છે.
આ ભૂગર્ભ ગટર ઉભરાવવા ની સમસ્યા બાબતે વિસ્તાર ના રહીશો દ્રારા પાલિકા સતાધીશો નું અનેકવાર લેખિત અને મૌખિક ધ્યાન દોરી રજુઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યા નું તંત્ર દ્વારા નિરાકરણ નહિ લવાતા વિસ્તારના રહીશો એ ચિમકી આપી છે કે જો આ વિસ્તારની ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા નું પાલિકા તંત્ર દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વિસ્તાર ના રહીશો પાટણના પ્રબુદ્ધનગરજનો તેમજ કોગ્રેસ સમિતિ ને સાથે રાખીને પાલિકા ખાતે હલ્લાબોલ કરશે અને આ હલ્લાબોલ દરમ્યાન કોઈ અનિચ્છનીય ધટના સજૉશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના સતાધીશો અને અધિકારીઓની રહેશે.

