પાલનપુરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા માટે મહિને કરોડોનો ખર્ચ કરવા છતાં ગંદકીથી ખદબદી ઉઠ્યું

પાલનપુરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા માટે મહિને કરોડોનો ખર્ચ કરવા છતાં ગંદકીથી ખદબદી ઉઠ્યું

જ્યાં ‘ગંદવાડ ત્યાં જ મંદવાડ’ ના પાટિયા આગળ જ કચરાના ઢગલા ખડકાતા લોકોમાં રોષ

પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સેનિટેશનની કામગીરીને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નગરપાલિકા મહિને  લાખો રૂપિયા સ્વચ્છતા પાછળ વાપરતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આટલો ખર્ચ કરવા છતાં પાલનપુર ગંદકીથી ખદ બધી ઉઠ્યું છે. પાલનપુર શહેરના મુખ્ય માર્ગો  જાણે  કચરા ઠાલવવામાં માટે જાણે  સ્ટેન્ડ બની ગયા છે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

પાલનપુર નગરપાલિકાની બેદરકારીથી મુખ્ય રોડ પરથી પસાર થવામાં પણ લોકોને  કાદવ કીચડ અને અને તીવ્ર દુર્ગધમાંથી પસાર થવું પડે છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ પાસેથી વીસ દિવસમાં 66000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. વળી બીજી તરફ શહેરમાં વિવિધ જગ્યાએ યોગ્ય દૈનિક સફાઈ ના થતી હોવાની ફરિયાદ પણ મળી રહી છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે પાલનપુરના એક જાગૃત નાગરિકે સેનિટેશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા  સેનીટેશનના એક કર્મચારીએ  તેની દુકાન પર જઈને  કયું પ્લાસ્ટિક વાપરો છે તેમ પૂછી  ફરિયાદનું નિરાકરણ કરવાને બદલે બીજી રીતે હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને વેપારીમાં પણ રોષ જોવા મળ્યો હતો.

કચરો ઠાલવતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ

પાલનપુર શહેરમાં લાલબંગલાથી લક્ષ્મીપુરાને જોડતા માર્ગ પર સરકારી વસાહતના દરવાજા નજીક ભૂતકાળમાં કચરા પેટી પડી રહેતી અને લોકો દ્વારા ત્યાં કચરો ઠાલવવામાં આવતો હતો. નગરપાલિકા દ્વારા ત્યાં આગળ લાખો રૂપિયા ખર્ચ કરીને ઓટલો બનાવી બેસવાના બાંકડા મૂકવામાં આવ્યા છે. અને ત્યાં આગળ ‘ગંદવાડ ત્યાં મંદવાડ’ ના સ્લોગન વાળા બોર્ડ પણ મારવામાં આવ્યા છે ત્યાં આગળ જ   કચરો નાખવામાં આવતો હોવાથી કચરો રોડ પર ફેલાતા  આસપાસ અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે  તથા તેના જ કારણે ત્યાં આગળ  ગાયોના ટોળા વળે છે અને આવતા જતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.  વળી પ્રજાના લાખો રૂપિયા વેડફીને ઓટલા બનાવી બાંકડા મૂકવામાં  આવ્યા છતાં તે ગંદકી અને કચરાના લીધે  બિનઉપયોગી બનતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જગ્યાને સ્વચ્છ કરી ને યોગ્ય બેસવા લાયક બને અને કચરો ઠાલવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *