દિયોદર માં છેલ્લા અઠવાડિયામાં પડેલા સામાન્ય વરસાદમાં દિયોદરના રેલ્વે બ્રીજમાં ગાબડું પડતાં પ્રજાજનોમાં ભય નો માહોલ સર્જાયો છે. જાણે કે નિંદર માંથી જાગ્યા હોય તેમ ગતરોજ પી.ડબલ્યુ દ્વારા બ્રીજ નું સમારકામ શરૂ કરવામાં આવેલ છે. મહેસાણા માં ૨૫ વર્ષની ગેરંટીવાળો બ્રીજ પાંચ વર્ષમાં ધારાશાયી થયેલ જેના દિયોદરમાં પડઘા પડ્યા હતા. લોકો માં સવાલ ઉઠી રહ્યો છે કે દીઓદર બ્રીજનું આયુષ્ય કેટલું..? જે તે સમયે મહેસાણામાં આશીવાદ મેળવી દિયોદર માં આવેલ ઈજનેર ના દીઓદર ઓવરબ્રિજમાં ચાર હાથ હોવાનું ચચૉસ્પદ બનવા પામેલ. આજે જાણે માર્ગે અને મકાન વિભાગમાં ભારે દબદબો છે.રાજાશાહી માં રહેતા અધિકારીઓને પ્રજાકીય સમસ્યાઓ સાંભળવાનો ટાઇમ નથી. સરકારી તિજોરીને મોટું નુકશાન થઇ રહ્યું છે.અધિકારીઓ સરકારી ગાડીઓમાં અપડાઉન માં અને પ્રજા ઠેબે ચડી રહી છે.

- July 5, 2025
0
68
Less than a minute
You can share this post!
editor