શહેરના જાગૃત નાગરિકો દ્વારા હાઇમાસ અને રેલવે નાળામાં પાણીના ભરાવા અંગે આવેદન પાઠવાયું
પાલનપુરના એરોમા સર્કલ તેમજ નેશનલ હાઇવે પર લગાવવામાં આવેલ હાઈમાસ પોલ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોઈ રાત્રીના સમયે પસાર થતા લોકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેમજ અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા હોઇ શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ મામલે માર્ગ મકાન સ્ટેટ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.
પાલનપુરમાં પસાર થતા નેશનલ હાઇવે પર લાખો રૂપિયાના ખર્ચે જુદા જુદા સ્થળો પર ચાર જેટલા હાઇમાસ પોલ લગાવવામાં આવેલ છે. પરતું આ હાઇમાસ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાનાં કારણે રાત્રીના સમયે અહી લોકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે હાલ વરસાદી સીઝનમાં બંધ હાઇમાસને લઇ અંધારું છવાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ અમદાવાદ હાઇવે પર આવેલ અંડર ગ્રાઉન્ડ નાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જતું હોઇ તેમજ ઘરનાળું બ્લોક થવાના કારણે બેચરપૂરા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને ગંદકીને લઇ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિને લઇ શહેરના જાગૃત નાગરિકો દ્વારા માર્ગ મકાન વિભાગ સ્ટેટની કચેરીમાં કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી હાઇવે પરના બંધ હાઈમાસ ચાલુ કરવા તેમજ ઘર નાળાની સફાઈ કરવાની ઉગ્ર માંગ કરી હતી.