લાખણી તાલુકાને અસરગ્રસ્ત ગણી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ

લાખણી તાલુકાને અસરગ્રસ્ત ગણી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ

તાલુકાના સરપંચોની મામલતદાર અને ટીડીઓને રજુઆત

ચોમાસુ સિઝન નિષ્ફળ નિવડતા ખેડૂતોની હાલત કફોડી; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરી ખેડૂતોને પાકોમાં નુકસાન  સામે વળતર આપવા તાલુકાના સરપંચો દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.લાખણી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતોના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરી બાજરી,જુવાર, એરંડા,મગફળી,તલ સહિત તેલીબિયા અને કઠોળ પાકોમાં નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.

લાખણી તાલુકામાં આ વખતે છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ તોફાની પવન સાથે ખાબક્યો છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવા સાથે કેટલાય રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકોને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની હાલત ફરી એક વાર દયનિય બની ગઈ છે. આખી ચોમાસુ સિઝન નિષ્ફળ જતા ખેડૂતો દેવાદાર બની ગયા છે. અગાઉ પણ ખેડૂતોને નુકશાન થયું હતું પણ આ વખતના વાવાઝોડા સાથેના વરસાદે જગતના તાત ગણાતા ખેડૂતને લાચાર બનાવી દીધો છે. ત્યારે હવે ગામોના સરપંચો ખેડૂતોની વ્હારે આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા સત્વરે ખેતરોમાં થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને ફરી બેઠા કરવા સરકાર નુક્શાનનું વળતર ચૂકવે તેવી તમામ ગામોના સરપંચોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *