રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરવાની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે. અને તેને લઇ રાજ્ય ભરમાં રાશનકાર્ડ ધારકો જે ઓફીસ માં તક મળે તેમાં કે.વાય.સી માટે પહોંચી જતા હોય છે. જેનાં પગલેં શક્તિપીઠ અંબાજી ની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલી ઈ-કેવાયસી માટે લોકો ની ભારે ભીડ લાગતી હોય છે ને તેમાં પણ લોકો ને ત્રણ થી ચાર ધર્મધક્કા ભોગવવા પડી રહ્યા છે. અંબાજી નહીં પણ અંબાજી આસપાસ નાં વિસ્તાર માંથી પણ ઈ-કેવાયસી માટે કાર્ડ ધારકો અંબાજી આવી રહ્યા છે.
જેમાં વેપારી વર્ગ પોતાનો કામ ધંધો મુકી કે.વાય.સી માટે ઉભા રહ્યા બાદ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે. ને કે.વાય.સી કરનાર ને સર્વર નો પ્રોબલમ ધતા જોઇએ તેટલાં પ્રમાણ માં કામગીરી થઇ નથી રહી ને લોકો ને ધક્કા પડી રહ્યા છે. ત્યારે રાશનકાર્ડ ધારકો અંબાજી ગામ મોટુ હોવાથી કાર્ડધારકો ની સંખ્યા વધુ છે. ત્યારે પંચાયત કચેરી માં કોમ્પ્યુટર ઓપરેટરો ની સંખ્યા વધારવાં તેમજ સર્વર નો પ્રશ્ન હલ કરી કામગીરી કરવાં માંગ કરાઇ રહી છે.
જોકે આ બાબતે અંબાજી ગ્રામ પંચાયત ના વહીવટદાર નો સંપર્ક કરતાં તેમને જણાવ્યુ હતુ કે હાલ માં સર્વર નો મોટો પ્રશ્ન ઉપસ્થીત થઇ રહ્યો છે. જેના કારણે જોઇએ તેટલાં પ્રમાણ માં ઇ કે.વાય.સી ની કામગીરી થઇ નથી રહી ને અંબાજી ઉપરાંત આસપાસ નાં ગામડામાં કનેક્ટીવીટી ન મળતાં તેઓ પણ કે.વાય.સી માટે અંબાજી આવતાં કાર્ડ ધારકો ની સંખ્યા વધી ગઇ છે. તેની સામે સર્વર નો મોટો પ્રશ્ન ઉપસ્થીત થતાં લોકો ને તકલીફ પડતાં હોવાનું એન જે ચૌધરી(વહીવટદાર,ગ્રામ પંચાયત કચેરી)અંબાજી જણાવી રહ્યા છે.