વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું; વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રજૂઆત કરવામાં મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા.આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. આ માસ દરમિયાન હિન્દુ સ્ત્રી-પુરુષો વિવિધ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓમાં થતી જીવ હિંસાથી લોકોની લાગણીઓ દુભાય છે. આ કારણે પાલનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં ગેરકાયદેસર કતલખાના સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ રજૂઆત સમયે સંગઠનના સભ્યો ઉપરાંત અનેક હિંદુ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
- August 1, 2025
0
186
Less than a minute
You can share this post!
editor

