ઝડપી બાયપાસ બનાવવાની માંગ; પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મિસ કોલ અભિયાન

ઝડપી બાયપાસ બનાવવાની માંગ; પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મિસ કોલ અભિયાન

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઝડપી બાયપાસ બનાવવાની માંગ; પાલનપુર શહેરમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. અને આ માથાના દુખાવા સમાન પેચીદા પ્રશ્નોના કારણે જાહેર જનતાને મોટી હાલાકી પડી રહી છે. ટ્રાફિક સમસ્યાના કારણે ભૂતકાળમાં કેટલા લોકોના મૃત્યુ થયેલા છે તાજેતરમાં એક એન્જિનિયર કરતી હાઇવે વિસ્તારની વિદ્યાર્થીનું ટ્રાફિક સમસ્યના કારણે મૃત્યુ થયેલું છે. દિવસેને દિવસે ટ્રાફિક્ સમસ્યા વધતી જાય છે. તાજેતરમાં શહેરના મધ્યમાં આવેલા એરોમાં સર્કલ નીકળી ચારેબાજુ જુદા જુદા લેન બનાવવામાં આવેલા છે. અને સાડા ત્રણ કરોડનો ખર્ચ કરેલ છે. પરંતુ ટ્રાફિક નો પ્રશ્ન યથાવત છે. અને દરરોજ ભારે વાહનોના કારણે ટ્રાફિક થઈ રહ્યું છે અને લાંબી લાંબી ચારે બાજુ કતારો લાગે છે. જનતા ના વાહનનું પેટ્રોલ અને સમય વ્યર્થ થઈ રહ્યો છે. પરિણામે જનતા તાહિઆમ પોકારી ઉઠી છે.

જેથી આ પેચીદા પ્રશ્ન નિરાકરણ માટે ટ્રાફિક સમસ્યા નિવારણ સમિતિ દ્વારા એક નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. જે નંબર પર મિસ કોલ અથવા મેસેજ કરો. અને મિસકોલ ની આવેલી સંખ્યાની ફાઈલ લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. તેમજ પ્રશાસન દ્વારા તાત્કાલિક રોડ ઉપર બિનજરૂરી દબાણ, આડેધડ વાહનોનું પાર્કિંગ દૂર કરી શહેરમાં જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનોનો પ્રવેશ બંધ કરી તેમને ખેમાણા કે ચિત્રાસણ વાળા ડીસા તરફ તેમજ જગાણા રોડ ઉપર ડાયાવેટ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

આ ઉપરાંત સમિતિના અગ્રણી જશવંતસિંહ વાઘેલા અને કૌશલ જોશી એ જણાવ્યું હતું કે, આગળ 2021માં જન આંદોલન કરી પાલનપુર શહેરને બાયપાસ અને અપાવી હતી અને તેના પરિણામે બાયપાસ માં જાહેરનામું પડયુ અને તેનું ફંડિંગ મંજૂર કરાયું હતું. પરંતુ બાયપાસ નું કામકાજ ગોકળગતીએ ચાલી રહ્યું છે. આ સમયે નવા આઈડિયા મુજબ પ્રશાસન મંજૂરી આપશે તો લોકોની સાથે રાખીને શાંતિપૂર્વક ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં જાહેર જનતાને સાથ સરકાર આપવા વિનંતી કરવામાં આવે છે. આ સમસ્યાની ગાંધીનગર સુધી અવાજ પહોંચાડી જનતાની સહીઓ સાથે તેમજ કોલ લિસ્ટની માહિતી સાથે મુખ્યમંત્રીને સીધી લોકોના જન હિતમાં રજૂઆત કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *