શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી : ઊંઝા તાલુકાના કહોડા ગામે સિદ્ધપુર હાઇવે પર હોટલ સામે અવાર નવાર અકસ્માત સર્જાય છે. જગન્નાથ પુરા ગામના વિધાર્થીઓ પણ અભ્યાસ કરવા આવતા જતા આ રોડ કોર્સ કરતા હોય છે જેથી સત્વરે બમ્પ બને તેવી લોકમાંગ ઉઠી છે. ઊંઝા તાલુકાના કહોડા ગામે પેટ્રોલપંપ પાસે સિદ્ધપુર હાઈવે પર હોટલ સામે ચાર રસ્તા પડે છે. જ્યા એક માર્ગ જગન્નાથ પુરા ગામ તરફ જાય છે. અને બીજો માર્ગ કહોડા ગામ તરફ જાય છે. તેમજ જગન્નાથ પુરા ગામના વિધાર્થીઓ પણ સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી આ માર્ગનો ઉપયોગ કરે છે. અહી બમ્પ મૂકવા માંગ ઉઠી છે. સ્થાનિક રહીશોના મતે અહી અવાર નવાર અકસ્માતો સર્જાય છે.જેથી બમ્પ મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કહોડા હાઇવે પર હોટલ મેહુલ સામે બમ્પ મૂકવા ગ્રામજનોની માંગ છે. અહીં અવાર નવાર અકસ્માત સર્જાય છે. તેમજ જગન્નાથ પુરા ગામના વિધાર્થીઓ અહીથી અભ્યાસ અર્થે નીકળે છે. જેથી સત્વરે બમ્પ મૂકવા માગણી છે.
- January 23, 2025
0
30
Less than a minute
You can share this post!
editor