દિલ્‍હીના મુખ્‍યમંત્રી સીએમ રેખા ગુપ્‍તાને Z કેટેગરીની સુરક્ષા મળી

દિલ્‍હીના મુખ્‍યમંત્રી સીએમ રેખા ગુપ્‍તાને Z કેટેગરીની સુરક્ષા મળી

મુખ્‍યમંત્રીની સુરક્ષામાં ફેરફાર : હવે CRPF જવાનો તૈનાત કરાશે

દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા બાદ, દિલ્‍હી પોલીસ હવે તેમની સુરક્ષામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર જાહેર સુનાવણી દરમિયાન નવી સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવશે. ખાતરી કરવામાં આવશે કે કોઈ મુખ્‍યમંત્રીની નજીક ન પહોંચી શકે. જાહેર સુનાવણી દરમિયાન ફરિયાદ પહેલા ચકાસવામાં આવશે. તે પછી જ તે મુખ્‍યમંત્રીને મોકલવામાં આવશે. CRPF જવાનોને કડક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. જોકે, જ્‍યારે રેખા ગુપ્તા બહાર આવશે, ત્‍યારે તેમની સાથેની હાલની સુરક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાને Z પ્‍લસ સુરક્ષા મળી છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી, ફક્‍ત જાહેર સુનાવણી દરમિયાન વ્‍યવસ્‍થામાં ફેરફાર કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાને કેન્‍દ્ર સરકાર દ્વારા CRPF સુરક્ષા પૂરી પાડવામાં આવશે. કેન્‍દ્ર સરકારે તેમને Z શ્રેણીની સુરક્ષા આપી છે. બુધવારે થયેલા હુમલા બાદ કેન્‍દ્રએ આ નિર્ણય લીધો છે. CRPF જવાનોને કડક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. રેખા ગુપ્તા ગઇકાલે સવારે સિવિલ લાઈન્‍સ સ્‍થિત તેમના કાર્યાલયમાં આયોજિત ‘જન સુનવાઈ’ કાર્યક્રમ દરમિયાન એક વ્‍યક્‍તિએ હુમલો કર્યો હતો. મુખ્‍યમંત્રી કાર્યાલયે આ હુમલાને મુખ્‍યમંત્રીની હત્‍યા કરવાના સુનિયોજિત કાવતરાનો ભાગ ગણાવ્‍યો હતો. દિલ્‍હી પોલીસે હુમલાના સંદર્ભમાં હત્‍યાના પ્રયાસનો કેસ નોંધ્‍યો હતો અને આરપી રાજેશ ખીમજીને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્‍યાંથી તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ પર મોકલવામાં આવ્‍યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *