ડીસાના જુનાડીસા-સમૌ રોડનું કામ ગોકળગતિએ : 15 થી વધુ ગામના લોકો ત્રાહિમામ

ડીસાના જુનાડીસા-સમૌ રોડનું કામ ગોકળગતિએ :  15 થી વધુ ગામના લોકો ત્રાહિમામ

રોડ માટે કલેકટર એ ભારે વાહનો પર જાહેરનામું પાડી પ્રતિબંધ મુક્યો છતાં કામ માં ઢીલી નીતિ.

સ્ટેટ હાઇવેના અધિકારીઓ કંપની પાસે કામ લેવામાં વામણા પુરવાર થયા

ડીસાના જુનાડીસાથી સમૌ રોડ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 36.53 કરોડના ખર્ચે 10 મીટર પહોળો અને નવો બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે આ માર્ગ આવેલા આશરે 15થી વધુ ગામોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટેટ ​​માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડનું નવીનીકરણ અને પહોળું કરવાનું ટેન્ડર ધરતી કન્સ્ટ્રક્શન કંપની, અંજાર (કચ્છ)ને આપવામાં આવ્યું હતું. કંપનીએ 20 ફેબ્રુઆરી 2025ના રોજ કામગીરી શરૂ કરી હતી. અને તેને 19 જાન્યુઆરી 2026 સુધીમાં એટલે કે એક વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનું હતું.

​જોકે, નિર્ધારિત સમયમર્યાદા નજીક આવી રહી હોવા છતાં, કંપનીએ 18 કિલોમીટર જેટલા લાંબા આ રોડનું 25% કામ પણ હજુ સુધી પૂર્ણ કર્યું નથી. હાલમાં માત્ર જુના ડીસાથી વાસણા સુધીના 5 કિલોમીટરના ટૂંકા પટ્ટા પર મેટલ કામ કરવામાં આવ્યું છે, જેનું પણ પેવરીંગ કામ બાકી છે. અન્ય સ્થળોએ નાળા બનાવવાની અને પ્રોટેક્શન વોલની કામગીરી ચાલી રહી છે. ​રોડનું કામ પૂર્ણ ન થતાં ધૂળની ડમરીઓ અને અધૂરી કામગીરીના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક નેતાગીરી તેમજ ગ્રામજનો દ્વારા અનેક વખત માર્ગ અને મકાન વિભાગ તેમજ રાજ્ય સરકારમાં આ મામલે ઝડપી કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં, રોડ બનાવતી કંપનીના અધિકારીઓ દ્વારા આ રજૂઆતોને કોઈ મચક આપવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.​સ્થાનિકોની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લે અને કોન્ટ્રાક્ટ ધરાવતી ધરતી કન્સ્ટ્રક્શન કંપની સામે નિયમાનુસાર કડક પગલાં ભરીને આ મહત્વપૂર્ણ રોડનું કામ યુદ્ધના ધોરણે વહેલી તકે પૂર્ણ કરાવે, જેથી 15થી વધુ ગામોના લોકોને પડતી હાલાકીનો અંત આવે.

રસ્તાના કામકાજને કારણે રેતીની લીજો બંધ

જુનાડીસાથી સમૌ સુધીના રસ્તાનો કામકાજ ચાલતું હોવાથી ડીસા તાલુકાના સદરપુર છત્રાલા ગામે આવેલી રેતીની લીજોમાંથી અવરજવર કરતા રેતી ભરેલા ડમ્પરોને અવરજવર પર પ્રતિબંધ મુકતો જાહેરાત મૂકવામાં આવ્યો હોવાથી છેલ્લા ત્રણેક માસથી લીજો બંધ રહેતા સરકારને રોયલ્ટીનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.જોકે રોડનું કામ ઝડપી પૂર્ણ થાય તો લીઝો શરૂ થાય અને સરકારની તિજોરીને થતું નુકસાન અટકે.

 

 

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *