પશુઓ નિભાવ અર્થે કાંટ પાંજરાપોળમાં લવાયા
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ એમ.બી.કોટવાલ અને તેમની ટીમ ડીસા પાટણ હાઇવે પર ભોપાનગર પોલીસ ચોકી પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક આઇસર ગાડી (નંબર જીજે 08 aw 2442) માં પશુઓ ભરેલા હતા અને જેમાં તપાસ કરતા 16 ભેંસો હોવાનું માલુમ પડેલ. પોલીસ દ્વારા તપાસ કરતાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખેલ ન હતી તથા અબોલા જીવ ભેસો ભરવા બાબતે કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ પણ મળી આવેલ નહીં. જેથી પોલીસે તમામ 16 ભેંસો (કિંમત રૂપિયા 1,60,000) તથા આઇસર ગાડી (કિંમત રૂપિયા 5,00,000) તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.6,65,000 નો મુદ્દા માલ કબજે કરેલ અને આ ગુનાના આરોપીઓ સલીમ ઈસ્માઈલ કુરેશી (રહે. મહમદપુરા ગવાડી), વાસીદ ખાદીમ કુરેશી (રહે. ગંજીપુરા ગવાડી), જાવેદ અબ્દુલ સમદ કુરેશી (રહે.ગંજીપુરા ગવાડી, ડીસા) સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ડીસા દક્ષિણ પોલીસ ચલાવી રહી છે.
આ બાબતે પીઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, 1/1/2026 ના રોજ અમો વાહન ચેકિંગમાં હતાં. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં આઇસર જોવા મળતા તેમા તપાસ કરતા 16 ભેંસો મળી આવેલ છે. જે તમામ ભેંસોને હાલ કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે. અને આરોપી એક ઝડપાઈ ગયેલ છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે તેમને ઝડપવાની તજવીજ હાલ ચાલુ છે.

