ડીસાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલની વડોદરા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા, તેમનો વિદાય સમારંભ ડીસાની સ્પાર્કલિંગ હોટલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી, ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંત અધિકારી નેહાબેન પંચાલની ડીસામાં ફરજ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરી અને કુશળ વહીવટી અધિકારી તરીકેની સેવાઓને આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બિરદાવી હતી. તેમના સન્માનમાં ફુલ, શ્રીફળ અને મોમેન્ટો અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. નેહાબેન પંચાલે ડીસા ખાતેના તેમના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે તેમને તમામ લોકો તરફથી કામગીરીમાં ખૂબ જ સારો સહકાર મળ્યો છે. તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નેહાબેન પંચાલની વિદાયથી ડીસાના વહીવટી તંત્રમાં એક ખાલીપો વર્તાશે, પરંતુ તેમની ઉત્તમ સેવાઓ હંમેશા યાદ રહેશે.

