ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો

આજરોજ લાભ પાંચમના પાવન દિવસે ડીસાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નવનિયુક્ત વન પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના નવા સચિવાલય ખાતે પૂજા-અર્ચના કરી વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

 

પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે, તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણભાવથી નિભાવીશ.”તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં પર્યાવરણની જાળવણી, ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા તેમજ વાહન વ્યવહારની સુવિધાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે તેઓ સતત કાર્યરત રહેશે અને પ્રજાની સેવામાં ક્યારેય પાછી પાની નહીં કરે.આ પ્રસંગે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ,કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *