વગર લાયસન સે ચાલતી ફેક્ટરી સામે અનેક સવાલો; ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરનાં મોત થયા હતા. આજે સવારે આસપાસ પોલીસ પાઇલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની LCB દ્વારા ધરપકડ કરી મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ફટાકડા વેચવાનું લાઇસન્સ હતું, બનાવવાનું નહીં; ગુજરાતમાં દીપક ટ્રેડર્સ નામની આ ફટાકડાની ફેક્ટરી ખુબચંદ સિંધીની છે. તે આ ફેક્ટરીમાં વિસ્ફોટકો લાવતો હતો અને ફટાકડા બનાવતો હતો. જોકે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના માલિક પાસે ફક્ત ફટાકડા વેચવાનું લાઇસન્સ છે, તેને બનાવવાનું નહીં; તેથી સ્થાનિક પોલીસ વધુ તપાસમાં રોકાયેલી છે.