ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના આરોપી પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ ઝડપી પાડ્યું

ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના આરોપી પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ ઝડપી પાડ્યું

બનાસકાંઠા પોલીસ ગુનાખોરી ડામવા અને વણ શોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે કડક કાર્યવાહી કરી રહી છે, જેના ભાગરૂપે ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલા એક આરોપી પાસેથી શંકાસ્પદ ચોરીનું મોટર સાયકલ ઝડપી પાડ્યું છે. આ મોટરસાયકલની કિંમત રૂ.35,000/- આંકવામાં આવી છે.

પેટ્રોલિંગ દરમિયાન, ડીસા ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી દશરથસિંહ શાન્તુભા સોલંકી (દરબાર, રહે. ખીંમત, તા. ધાનેરા) આખોલ ચાર રસ્તા તરફથી હોન્ડા કંપનીનું એક મોટર સાયકલ લઈને આવતો દેખાયો. આ મોટર સાયકલ પર આગળ-પાછળ નંબર લગાવેલ ન હોવાથી તે શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકાવ્યો હતો.મોટર સાયકલ રોકાવીને આરોપી પાસેથી તેના સાધનિક કાગળો માંગતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આથી, સદરહુ ઈસમ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧), ઈ, ૧૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *