સ્પેશિયલ તપાસ ટીમે સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી
SIT અધ્યક્ષ ભાવિન પંડ્યાએ સમગ્ર ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું; ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે સીટના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોત મામલે સીટના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.