ડીસામાં આવેલી જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5 થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. મધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે થયેલા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજમીનું મોત નીપજ્યું છે.
આ દુર્ઘટનામાં અગાઉ 21 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પાંચ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી વિજય કાજમીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી કેસમાં બે આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અન્ય દોષિતો સામે પોલીસની તપાસ ચાલુ છે.