ડીસા હાઈવે પર મોતની સવારી : બટાટા ભરેલી ટ્રોલીઓ પાછળ રેડિયમ ન હોવાથી અકસ્માતનો ભય

ડીસા હાઈવે પર મોતની સવારી : બટાટા ભરેલી ટ્રોલીઓ પાછળ રેડિયમ ન હોવાથી અકસ્માતનો ભય

​ બટાટાની સીઝન વચ્ચે ટ્રેક્ટર-ટ્રોલીઓ જોખમી બની

આરટીઓ અને પોલીસ સંયુક્ત ઝુંબેશ છેડે તેવી માંગ

ડીસા પંથકમાં હાલ બટાટાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેતરોમાંથી બટાટા ભરીને સેંકડો ટ્રેક્ટર-ટ્રોલીઓ કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટ યાર્ડ તરફ દોડી રહી છે. પરંતુ, આ વાહનો પાછળ સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. મોટાભાગની ટ્રોલીઓ પાછળ રેડિયમ સ્ટીકર કે લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે હાઈવે પર ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંધારામાં અદ્રશ્ય ટ્રોલીઓ​ ખેતરોમાંથી નીકળતા ટ્રેક્ટરો જ્યારે હાઈવે પર આવે છે, ત્યારે ટ્રોલીના પાછળના ભાગે કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે લાઈટ હોતી નથી.

રાત્રિના સમયે પાછળથી આવતા વાહન ચાલકોને અંધારામાં ટ્રોલી દેખાતી નથી, જેને કારણે વાહનો સીધા ટ્રોલીમાં ઘૂસી જવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. જો સમયસર રેડિયમ લગાવવામાં ન આવે તો નિર્દોષ વાહન ચાલકોના જીવ જઈ શકે તેમ છે. ​આ બાબતે વાહન ચાલક ભૂરાભાઈએ જણાવ્યું હતું કે, ટ્રોલી પાછળ લાઈટ કે રેડિયમ ન હોવાથી રાત્રે વાહન ચલાવવું જોખમી બન્યું છે. અગાઉ ડીસા હાઈવે પર સીઝન સમયે પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા રેડિયમ લગાવવાની કામગીરી થતી હતી, જે છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ છે.ત્યારે આરટીઓ અને પોલીસ આ બાબતે વિશેષ ઝુંબેશ હાથ ધરે તેવી માંગ પણ કરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *