મહેસાણા જિલ્લામાં રખડતી ગાયો અને રખડતા ઢોરોનો ત્રાસ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મહેસાણા મહાનગર પાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો કડી નજીક આવેલા થોળ ગામે પાંજરાપોળમાં રાખવામાં આવતી હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા મહાનગર પાલિકા દ્વારા પાંજરાપોળમાં મુકવામાં આવેલી ગાયોના ઘાસચાર અને પાણી સાથે ગાયોની સાર સંભાળ રાખવા માટે પૈસા પણ ચૂકવવામાં આવે છે. તેમ છતાં પણ આ ગૌશાળામાં ખોરાકની અછતથી ગાયોના મોત થયા હોવાની શંકા સેવાઈ રહી છે. રાહસમય રીતે એક સામટી વીસ ગાયોના મોતથી આખા રાજ્યમાં તેના ગંભીર પડઘા પડ્યા છે. આ બનાવ બાબતે જાણ થતાની સાથે જ ખાનગી ટ્રસ્ટના ગૌસેવકોની ટીમ ઘટના સ્થળે પહોચી ત્યારે ગાયોને ટ્રેકટરમાં ભરવામાં આવતી હતી. જે બાબતે ખાનગી ટ્રસ્ટના સંચાલકોએ તાત્કાલિક 100 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ પણ વિના વિલંબે ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલે હકીકત જાણી મૃતક ગાયોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
આટલી મોટી સંખ્યામાં થયેલ ગાયોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની સાથે રોષની લાગણી ભભૂકી ઉઠી છે, જેના ગંભીર પડઘા સંગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે ગૌશાળા અને ગાયોને મોકલનાર નગરપાલિકાના સત્તાધીશો પર ગૌસેવકોની ગાજ વધી જવા પામી છે. સનાતન હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે ગાયોની આટલી હદે દુર્દશા જોઈને સૌ કોઈના હૃદય કાંપી ઉઠ્યા હતા અને સરકારી તંત્ર પર લોકોએ ફિટકાર વરસાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ માંગવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા અને કડી નગરપાલિકા પર આ બાબતે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે આ વધી ગાયોના મોત પાછળ જે તે નગરપાલિકાના સત્તાધીશો પણ એટલા જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

