પ્રયાગરાજ ખાતે મહાકુંભનું ધાર્મિક પર્વ ચાલી રહ્યું છે. ત્યારે મહાકુંભના મેળામાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર ની ઝાંખી કરાવતા પ્રદર્શનમાં પાલનપુર ની મુક બધીર યુવતીના સ્ટોલની મુલાકાત લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેને પ્રોત્સાહિત કરી હતી. મહા કુંભના મેળામાં ગુજરાતના ભાવિકો માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ગુજરાતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વૈવિધ્યની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજવામાં આવેલ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની મુક બધિર યુવતી હેતલ મોઢનો પણ સ્ટોર છે. ત્યારે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં પાલનપુર ની મુક બધિર હેતલ મોઢના સ્ટોરની મુલાકાત લઈ તેને પ્રોત્સાહિત કરી હતી. ત્યારે મુક બધિર મંડળ પાલનપુર ની સાથે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ મુક બધિર યુવતી હેતલ મોઢને મુક બધિર મંડળના અગ્રણી અને મુક બધિરો માટે સતત કાર્યરત નિવૃત પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ રાવલે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

- February 13, 2025
0
87
Less than a minute
You can share this post!
editor