હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી આજે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવ્યું છે. સ્થાનિકોએ આ અંગે 112 નંબર પર જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના હિંમતનગરથી ભોલેશ્વર જતા હાથમતી ઓવરબ્રિજ નીચે બની હતી. નદીના પટમાં પથ્થરો વચ્ચે સ્થાનિકોને આ મૃત ભ્રૂણ જોવા મળ્યું હતું.સ્થાનિકો દ્વારા 112 જન રક્ષકને જાણ કરાતા, 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ 112 દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અવરજવર કરતા લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા.

