વડગામમાં પરિવારના નામે બે પ્લોટ બિન અધિકૃત આકારણીએ ચડાવ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી
તાલુકા મથક વડગામ ખાતે વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તેમના પતિ ગ્રામ પંચાયતના સભ્ય છે. જેઓએ ગ્રામપંચાયતની જમીનમાં તેમના માતાના નામે બે પ્લોટ બિનઅધિકૃત ઠરાવ કરી આકારણીએ ચડાવી દઈ સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે લેખિત રજુઆત થઈ હતી. જેની તપાસ બાદ વડગામ તાલુકા પંચાયતે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યને સત્તાના દૂર ઉપયોગ બદલ કારણદર્શક નોટિસ ફટકારી તા. 19/06/2025 ના રોજ ડીડીઓ સમક્ષ હાજર રહેવા ફરમાન કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તાલુકા મથક વડગામમાં રહેણાંક પ્લોટો ના ભાવ હાલમાં ખુબજ ઊંચા છે અને પંચાયતની જમીનમાં લગભગ પ્લોટ મળવા પણ મુશ્કિલ બન્યા છે. ત્યારે વડગામ ગ્રામપંચાયત હસ્તકની જુના ગામતળ માં જુના ઠોકર વાસમાં ખુલ્લી જગ્યા પડી હતી. જે જાહેર પ્રસંગો માટે વપરાતી હતી. જે જમીન પર વડગામ ગ્રામપંચાયત ના ડેપ્યુટી સરપંચ ચંદ્રિકાબેન ભગવાનસિંહ સોલંકી અને પંચાયત ના સભ્ય અને ડેપ્યુટી સરપંચ ના પતિ ભગવાનસિંહ ગુલાબસિંહ સોલંકી એ પોતાની માતાના નામે બે પ્લોટ ગ્રામપંચાયત ના ઠરાવમાં લઇ આકારણી રજીસ્ટરએ ચડાવી દીધી હતી. જે અંગેની લેખિત રજૂઆત થતાં વડગામ તાલુકા પંચાયત દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
જે તપાસમાં વડગામ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ અને સભ્ય દ્વારા પંચાયત હસ્તકના પ્લોટોની ફાળવણી માટે ના નીતિનિયમો જાળવાયા ન હોવોના અને ડેપ્યુટી સરપંચ અને સભ્યએ પોતની સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવતાં વડગામ તાલુકા પંચાયતે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ મોકલ્યો હતો. જેને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી એ વડગામ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ અને સભ્યને કારણદર્શક નોટિસ ફટકારી આગામી તારીખ 19/06/2025 ના રોજ ડીડીઓ સમક્ષ આધાર પુરાવા સાથે હાજર રહેવા તેડું મોકલતાં તાલુકા મથકે ખળભળાટ મચી જવા પામ્યો છે.