બાઇક પર જોખમી સ્ટંટનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર પાટણ ના બે યુવકોને પોલીસે કાયદાના પાઢ ભણાવતા આવા સ્ટંટ વાળા વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં લબરમુછિયો યુવાનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામના બે યુવકોએ મોટર સાયકલ પર જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન આ બંને યુવકોને ઝડપી પાડ્યા હતા. અને પોલીસ મથકે લાવી જોખમી સ્ટંટ કરવાના પરિણામો અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજાવ્તા યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી અને હવે તેઓ આવા સ્ટંટ કયારેય નહિ કરે અને અન્ય યુવાનોને પણ આવા જોખમી સ્ટંટ ન કરવા માટે જાગૃત કરશે તેવી પોલીસ સમક્ષ હૈયાધારણા આપી હતી. પોલીસ ની કામગીરીથી આવા સ્ટંટ બનાવનાર યુવકોમાં કાયદા નો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

