પાટણ શહેરમાં જાહેરાત માટે પાલિકા દ્વારા ફાળવેલ જગ્યાઓ ઉપર એજન્સી દ્વારા લગાવવામાં આવેલા હેવીહોડીગ્સો પૈકીના કેટલાક હોડીગ્સો ચોમાસામાં નુકસાન પહોચાડી શકે તેમ હોય ત્યારે આવા હોડીગ્સો ચોમાસા પહેલાં તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી હિમાયત કરવામાં આવી છે.
પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે આવેલ શેઠ બી.એમ.હાઈસ્કૂલના પ્રવેશ દ્વાર પાસેના કમ્પાઉન્ડ વોલની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટમાં ઉભૂ કરવામાં આવેલ એક કોમર્શિયલ જાહેરાત માટેનું મોટું હોર્ડિંગ્સ ચોમાસાની ઋતુમાં વાવાઝોડા કે ભારે વરસાદ સમયે જાનહાનિ અને જોખમ ઊભું કરી શકે તેમ હોઈ જાહેર સલામતીના હિતમાં આ જોખમી સ્ટ્રકચર સત્વરે દૂર કરવા શાળાના આચાર્ય દ્વારા પાટણ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા સત્તાધીશો ને લેખિત રજૂઆત કરી આ અંગે ઝડપથી કાર્યવાહી થાય એવી માગણી કરાઈ છે.તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા દરમ્યાન નુકસાન પહોંચાડી શકે તેવા હોડીગ્સો પણ તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી લોકો હિમાયત કરી રહ્યા છે.