રેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી મનુવાદી વકીલ સામે કડક કાયૅવાહીની માંગ કરાઈ
તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના ના એક ચીફ જસ્ટિસ ઉપર ચાલુ કોર્ટે જુત્તું ફેંકવાનો મનુવાદી વિચાર ધારા ધરાવતા એક વકીલે ચપ્પલ ફેકયુ હોવાની ઘટના સજૉવા પામી હતી. જેના સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાધાતો પડયાં છે. ત્યારે આ મનુવાદી વકીલ વિરુદ્ધ આખા ભારત દેશમાં અને તમામ જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો સાથે આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવતાં શનિવારે પાટણ જિલ્લા કોગ્રેસ સહિત વિવિધ સંગઠનો દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રેલી સહિતના કાર્યક્રમ યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આવા મનુવાદી વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જેમની માતાએ થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં જવાનો ઇનકાર કરી દીધો હતો. તેવા સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ આર.બી.ગવાઈ ઉપર ચાલુ કોર્ટે રાકેશ કિશોર નામના મનુવાદી વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેને સમગ્ર દેશ પ્રેમી,ન્યાય પ્રેમી જનતા અને સંવિધાન પ્રેમી પ્રજા એ શખત શબ્દોમા વખોડીને આવા તાનાશાહી મનુવાદી વકીલ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદન પત્રમાં રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનો દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન હસમુખ સક્સેના સહિત પાટણ જિલ્લા કોગ્રેસના આગેવાનો, દલિત સમાજના વિવિધ સંગઠનો હાજર રહ્યા હતા.

