વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ચાલી રહેલ સિક્સલેન ઓવરબ્રિજ ની કામગીરી ને લઈ ચોવીસ કલાક વાહનો થી વ્યસ્ત રહેતા હાઇવે ઉપર ચક્કાજામ ટ્રાંફિક ની સમસ્યા દિનપ્રતિદિન વકરતી જાય છે. લોકોનો સમય વેડફાય છે, ઇંધણ વેડફાય છે તથા માનસિક હેરાનગતિ પણ થાય છે. જેને લઈ હાઇવે ની બન્ને બાજુએ એક એક કિમિ લાંબી વાહનો ની કતારો લાગવા ના કારણે વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ વધુ સક્રિય બને તેવી માંગ ઉઠવા પામી છે.
- December 9, 2024
0
1,145
Less than a minute
You can share this post!
administrator


