ડીસાની ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલનો વિદ્યાર્થી 98.33 % સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ

ડીસાની ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલનો વિદ્યાર્થી 98.33 % સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ 10 ના પરિણામમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થી મીત દિનેશભાઈ સુંદેસાએ 98.33 % મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર આદર્શ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. શાળાનું પરિણામ અતિ ઉત્કૃષ્ટ રહ્યું છે. આદર્શ વિદ્યાલયના કુલ 18 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 110 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જ્યારે ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ 83.08 % અને બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 89.29 % રહ્યું છે, ત્યારે શ્રી ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલે 98.09 % જેવું નોંધપાત્ર પરિણામ હાંસલ કર્યું છે.

સંસ્કાર મંડળ તેમજ સમગ્ર આદર્શ પરિવાર આ અસાધારણ સિદ્ધિ બદલ તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર ગુરુજીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના સમર્પણ ભાવનાનું આ ઉત્તમ પરિણામ છે. આદર્શ વિદ્યાલય ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવા જ નવા કીર્તિમાનો સ્થાપિત કરવા માટે સંકલ્પબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *