જમીનમાં ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી; ભાભર તાલુકાના બળોધણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે. જે મંદિરનું ગામ લોકો દ્વારા નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ. તેને કાઢી બહાર મૂકતા અચાનક હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના લોકો ભેગા થયેલ અને મૂર્તિની સફાઈ કરવામાં આવેલ પરંતુ કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદૂર જોવા મળેલ. જેને લઇ વર્ષોજુની મૂર્તિ ચમત્કારીક હોવાનું ગામ લોકોનું કહેવું છે.ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બળોધણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે. પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી.
બળોધણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું 2 મહિનાથી કામ ચાલુ છે. જેમાં એક મહિના પહેલા ખોદ કામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ. જે મૂર્તિ ગામ લોકો દ્વારા સાઇડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી હતી પણ કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂરવાળી જોવા મળી હતી. આ હનુમાન દાદાનો ચમત્કાર છે. કુતૂહલવશ અહીં મૂર્તિના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે.