પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ના અવસરે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની જૂની પરંપરા મુજબ યુવાઓ માટે લોક ડાયરા, બેડા નૃત્ય અને ભવાઇ જેવા પરંપરાગત કાર્યક્રમો સામેલ હતા. કાર્યક્રમના આયોજક લક્ષ્મીચંદભાઈ સોલંકી, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ રજનીભાઈ બારોટ અને જિગરભાઈ બારોટ તેમજ લોકગાયક સંજયભાઈ બારોટ અને હરેશભાઈ બારોટ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જય ઓગડનાથ ભવાઇ કલા મંડળ પાટણ દ્વારા સફળતા પૂર્વક પ્રસ્તુત કરવામાં આવેલ.

સુંદર અને મજાની ભવાઇની રજૂઆત બાળકો, વડીલો તથા સાયન્સ સેન્ટર ખાતે પાટણ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાંથી આવેલ એક હજાર થી વધુ મુલાકાતીઓ ખૂબજ આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ માં કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઇ ચૌધરી અને એમની ટીમ દ્વારા આજની આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે આ કાર્યક્રમ સાથે સહભાગીઓને ઇન્ટરેક્ટિવ સત્ર અને દસ્તાવેજી-શો ની મદદથી સંગ્રહાલયોના ભવિષ્ય વિશે સમજણ આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે આજના યુવાનો માટે આધુનિકીકરણ અને ઝડપથી બદલાતી દુનિયાની સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં તેઓ આ કાર્યક્રમના સફળ આયોજન માટે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ નો આભાર વ્યક્ત કર્યા હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *